A dream of Sardar Patel’s ideal village

A dream of Sardar Patel’s ideal village

સરદાર પટેલને ગુજરાતના ગામડાઓની સ્થિતિ પણ સુધારવી હતી અને તેથી જ તેમણે એક આદર્શ ગામનું સ્વપ્ન જોયેલ જે તેમણે વલ્લભ વિદ્યાનગરમાં આપેલ ભાષણ દરમ્યાન ગ્રામ સુધારણાના વિચારો વ્યક્ત કરેલા.

સરદાર પટેલનાં સ્વપ્નનું આદર્શ ગામ.

“ગામડા નવેસરથી કેવી રીતે વસાવવા અને આદર્શ ગામડું કેવું હોય, તે બતાવવાનો અહીં પ્રયત્ન થશે. અહીં ૨૦૦૦ પ્લોટમાં પ્લાન પ્રમાણે મકાનો બંધાશે. આજના ગામડાં, વાંકાચૂકા, ઉબડખાબડ, અને ગબડગંદા હોય છે. કોઈ ઘરનો ખૂણો વાંકો તો કોઈના ઘરનો ખૂણો કાતરીયું થઈ બહાર નીકળેલ હોય છે. ગામડાંમાં ધુળ ન હોવી જોઈએ, રહેવાની સાફ જગ્યા હોવી જોઈએ. બધાને સ્વચ્છ હવા મળે તે આપણે પહેલા જોવુ જોઈએ. ખેડુતોને ઢોર કેવી રીતે રાખવા અને ઢોરની સાથે રહી ઢોર જેવા ન થવું જોઈએ. ઢોર અને જાનવરો એવા હોવા જોઈએ કે તેમને જોઈને આપણી આંખમાં ખુશી થવી જોઈએ.”

“ગામની અંદર ઠેકઠેકાણે શૌચક્રિયા કે પેશાબ ન થાય તેની કાળજી રાખવી, બાળકો પણ ગંદકી ન કરે એ માબાપે જોવુ જોઈએ. મેલું ક્યા જાય છે એની તો ખબર પણ પડવી ન જોઈએ. ખરી રીતે તો પાયખાના અને દીવાનખાના વચ્ચે ફરક ન હોવો જોઈએ. ગામ સુંદર, સ્વચ્છ અને બગીચા જેવું હોય. બધા ભાઈ-ભાઈ તરીકે રહેતા હોવા જોઈએ. પક્ષાપક્ષી કે અંટસ જવા જોઈએ. તેમાં કોર્ટ કચેરી ન હોય અને પંચાયતનું રાજ્ય હોય. આવુ આદર્શ ગામ વસાવવાની કલ્પના અહીં નક્શા ઉપર છે. ભાઈલાલભાઈની આ કલ્પના જો સફળ નીવડે તો એ હિંદુસ્તાન પાસે પદાર્થપાઠ મૂકવા જેવી છે.”

સન ૧૯૪૨ ફેબ્રુઆરી માસમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની સભા બારડોલીમાં હતી તે વખતે સરદાર પટેલે ભાઈલાલભાઈ પટેલને ત્યા બોલાવ્યા અને શાંતિથી વાતો કરવા સવારના સાડા ચાર વાગ્યે ખાસ બોલાવ્યા, લગભગ બે કલાક સુધી નિરાંતે વાતો કરી. તે વાતો દરમ્યાન તેમની ગામડાં માટે શું શું ઈચ્છા હતી, તેની રુપરેખા આપેલી.

ઑગષ્ટ – ૧૯૪૨માં સરદાર જેલમાં ગયા અને ભાઈલાલભાઈ પણ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી રાજીનામુ આપી સપ્ટેમ્બરમાં છુટા થયા. ૧૯૪૩માં આખા વર્ષ દરમ્યાન યોજનાઓ કેવી રીતે ગોઠવવી અને સરદારની ગેરહાજરીમાં નાણાકીય મુશ્કેલીઓ કેવી રીતે હલ કરવી વગેરે બાબતોમાં વર્ષ પુરુ થયુ. ૧૯૪૩ની આખરે ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં ભીખાભાઈ સાથે ભાઈલાલભાઈ સંપર્કમાં આવ્યા અને આ યોજનામાં ભીખાબાઈએ જોડાવા સંમતિ આપી. વર્ષ ૧૯૪૫ દરમ્યાન તો કરમસદની જમીનો આપવાની દરખાસ્તો આવી. અંતે કરમસદ, બાકરોલ અને મોગરી વચ્ચે આવેલી આશરે ૯૦૦ વીઘા જમીન લેવાનું નક્કી થયું એમાં પણ સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર કરવા કરમસદ ગામના લોકોએ તો પોતાની બધી જ જમીનો દાનમાં આપી અને ગામના વડીલોના શબ્દોમાં કહીએ તો ગામના લોકોએ ભીખાભાઈ જેઓ પોતે પણ કરમસદના વતની છે તેમને તો કરમસદની સીમનો નક્શો જ આપી દીધો અને કહ્યું કે તમે જે યોગ્ય લાગે તે જમીનો કહો તે બધી અમે આપવા તૈયાર અને આ રીતે કરમસદ ગામના લોકોએ રાષ્ટ્રભાવના અને સરદારના સ્વપ્નને સાકાર કરવા જમીનો દાનમાં અર્પણ કરી.જુલાઈ ૧૯૪૫માં સરદાર જેલમાંથી છુટ્યા અને કામ ક્યાં સુધી વધ્યું તે તપાસવા ભાઈલાલભાઈને પત્ર દ્વારા યોજનાઓ વિશે જાણવા દિલ્હી બોલાવ્યા અને ત્રણેક દિવસ સુધી તેમણે ચર્ચાઓ કરી, યોજનાઓને દરેક રીતે તપાસી અને મંજુર કરી, પછી કહ્યું “તમે કરમસદનું કામ કરતા નથી, ચરોતરનું કામ કરતા નથી, ગુજરાતનું કામ કરતા નથી. પણ જો તમારી યોજના ફતેહમંદ થાય, તો વહેલો મોડો એક દિવસ એવો આવશે કે જ્યારે કરમસદ હિંદુસ્તાનનું કેંદ્ર થશે.” બાપુને આ યોજનાની વાત કરી અને માર્ચ ૧૯૪૬માં ભાઈકાકા અને ભીખાકાકાની બેલડીએ સરદારના સ્વપ્નના ગામને આકાર આપવાની શરૂઆત કરી. આ દરમ્યાન અનેક પ્રાકરની ખોટી વાતો થતી અને સરદારને ત્યાં પણ અનેક પ્રકારના કાગળો જતા. આખરે ૪ એપ્રિલ ૧૯૪૭ના રોજ સરદાર કરમસદ આવ્યા અને તેમના ભાષણમાં તેમણે કહ્યુ કે : “ ઘણા વખતથી અહીં આગળ જે પ્રયોગ થઈ રહ્યો છે તે નજરે જોવા ખાતર હું આવવા માગતો હતો. અહીં ભાઈલાલભાઈ જે અડ્ડો નાખીને પડ્યા છે તેમાં મારી જવાબદારી છે.” “ત્રણ કામોનું ઋણ મારે માથે હતું તે ચુકવવા હું વખત કાઢીને નીકળ્યો છું. આ ઋણ અદા ન કરુ તો મારી સદ્ગતિ ન થાય. એ ત્રણે કામોમાં મુખ્ય  કામ ભાઈલાલભાઈનું વિદ્યાનગર જોવાનું હતું, કારણ મે તેમને આ આડા માર્ગે બેસાડ્યા છે. એમનો અખતરો સ્વતંત્ર હિંદમાં આદર્શ ગામ કેવું હોય, તેમાં ગ્રામોદ્યોગ કેવી રેતે કરવો વગેરે કાર્યો હવે કરવાના છે. ભાઈલાલભાઈએ આ કામ માથે લીધું છે. અને તેમને સાથ આપવા અહી આવ્યો છું. એમણે જે નગર ઊભું કરવા માંડ્યું છે તેની સાથે મારુ નામ જોડી દીધું છે. એટલે નગર જો ભુંડુ થશે તો મારૂ નામ પણ ભુંડુ થશે અને જો તે સારૂ થશે તો મારૂ નામ પણ સારૂ થશે. મારે આવ્યે જ છુટકો હતો.”

Comments

Gathering and weighing the evidence cialis without prescription Remember that your doctor has prescribed this medication because he or she has judged that the benefit to you is greater than the risk of side effects 60, you have a slightly greater chance of developing naion if you have heart disease

buy cialis online with prescription FREE fast delivery to your door

Leya J, Molo MW, Olson D, Radwanska E. clomid dosage for twins desloratadine levsin and bentyl together The drugmaker said its experimental cream for the treatmentof anal fissures was safe and well-tolerated in two dermalsafety studies.

However, with just about any drug, you ll also want to check with your pharmacy about coverage where can i buy priligy in usa

As we ve established, skin tags can look a bit like warts but there are subtle differences between the two cialis 20mg for sale

As we ve established, skin tags can look a bit like warts but there are subtle differences between the two cialis 20mg for sale

http://buydoxycyclineon.com - 100mg of doxycycline 2007, 15 253- 258.

tetracycline vs doxycycline Hyperoxic exposure was carried out at Denver s atmospheric pressure 635 mmHg in an air- tight humidified modular chamber Billups- Rothenberg, Del Mar, CA gassed with 95 O 2 5 CO 2 and incubated at 37 C.

tetracycline vs doxycycline Hyperoxic exposure was carried out at Denver s atmospheric pressure 635 mmHg in an air- tight humidified modular chamber Billups- Rothenberg, Del Mar, CA gassed with 95 O 2 5 CO 2 and incubated at 37 C.